10 ઓગસ્ટ સુધીમાં માર્કશીટની નકલ પહોંચાડવા અપીલમોરબી : રામાનંદી સાધુ સમાજ - મોરબી / માળીયા (મી) ટ્રસ્ટ દ્વારા રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવનાર છે ત્યારે સમાજના તમામ વિદ્યાર્થી-વાલીઓને 10મી ઓગસ્ટ સુધીમાં માર્કશીટની નકલ પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.રામાનંદી સાધુ સમાજ - મોરબી / માળીયા (મી) ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓને 80 % થી વધુ તથા ધોરણ 10 થી 12માં જે વિદ્યાર્થીઓએ 75% થી વધુ ગુણ મેળવ્યા હોઈ તેમને માર્કશીટની પ્રમાણિત નકલ તારીખ 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમ્યાન (1)રામાનંદી સાધુ સમાજની વાડી, રામઘાટ પાસે, મોરબી મો. નં. 98799 93705, (2)જાગૃતિબેન સી. રામાવત (ચંદુભાઈ ભેળવાળા) ગોપાલ સોસાયટી મકાન નં. 27ની સામે, સામાકાંઠે, મોરબી-2, મો. નં. 99137 44338, (3) સોનલબેન બી. રામાવત - લુહાર શેરી, નાની વાવડી, મોરબી મો. નં. 90994 32862, (4) મારુતિ ઇન્ડસ્ટ્રીઝ લાતી પ્લોટ -6, મારુતિ પાની બાજુમાં, મોરબી મો. નં- 98797 40262 આ ચારમાંથી અનુકુળ સરનામાં ખાતે મોકલવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે આપેલા નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.