આરીફ મીરની હત્યાની કોશિશ અને એક સગીરના હત્યાના કેસમાં હાઇકોર્ટે જામીન અરજી ગ્રાહ્ય રાખ્યામોરબી : મોરબીમાં આરીફ મીરની હત્યાની કોશિશ અને એક સગીરની હત્યાના કેસમાં જેલમાં રહેલા હિતુભા ઝાલાની જામીન અરજી હાઇકોર્ટે મંજુર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં મુસ્તાક મીરની હત્યાના કેસમાં નિર્દોષ છૂટેલા અને તેના ભાઈ આરીફ મીરની હત્યાની કોશિશ અને એક સગીરના હત્યાના આરોપમાં જેલમાં રહેલા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કિરણસિંહ ઝાલાના જામીન મંજુર થયા છે. તેમ હિતુભાના વકીલ જીતુભા જાડેજા અને ભગીરથસિંહ ડોડીયાએ જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે અગાઉ સુપર માર્કેટ નજીક વર્ષ 2017મા જૂની અદાવતમાં મુસ્તાક ગુલમહમદભાઇ મીરની અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યાના ચકચારી કેસમાં હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા સહિત ચારેય આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.