મોરબી : શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જાહેરમાં માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ હતી. આજે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને મળીને શ્રાવણ માસમાં માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માગ કરી હતી.