મોરબી :મોરબીના સામાંકાંઠે જિલ્લા ક્લેકટર કચેરી સામે આવેલ સો ઓરડી મેઈન રોડ પર રામદેવ કિરાણા સ્ટોર સામે દરરોજ ઢોરનો અડિંગો હોય છે અને છાસવારે આખલા યુધ્ધ થતા રહે છે. જેનાથી રાહદારીઓને તકલીફ પડી રહી છે. કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં નગરપાલિકા આ મામલે પગલાં લ્યે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.