મોરબી : મોરબીની જાણીતી સરકારી ધી વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલના આચાર્ય તરીકે ભદ્રસિંહ અર્જુનસિંહ વાઘેલાએ આજે હાજર થઈને ચાર્જ સંભાળ્યો હતો.મહત્વનું છે કે, ધી વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલ- મોરબીમાં ખાલી પડેલી આચાર્યની જગ્યા માટે છેલ્લા થોડા દિવસો પહેલા નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે આજે તારીખ 30/07/2024 ના રોજ ભદ્રસિંહ અર્જુનસિંહ વાઘેલા આ પદે હાજર થયા છે. આ તકે ભદ્રસિંહ વાઘેલાને ધી વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય જે. પી. પડસુંબીયાએ શુભેચ્છા પાઠવી અને તદ્દન વિનમ્રતા સાથે શાળામાં સ્વાગત કર્યું હતું. સાથે જ સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.