મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વવાણીયા ગામના ચોકમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી દોસમામદ મામદભાઈ કટિયા ઉ.50 રહે.જુના વાડા વિસ્તાર, રેલવે સ્ટેશન પાસે, માળીયા મિયાણા નામના શખ્સને રોકડા રૂપિયા 440 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.