મોરબી તાલુકા પોલીસ ટીમે 132 બોટલ દારૂ સાથે બે પકડાયામોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ હેલીપેડ પાછળ બાવળની કાંટમાં બે શખ્સ દારૂનો જથ્થો સગેવગે કરતા હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી બે ઇસમોને વિદેશી દારૂની 109 બોટલ સાથે ઝડપી લીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામના હેલિપેડ પાછળથી આરોપી પીરાભાઇ જોધાભાઇ બોહરીયા, રહે-માનસધામ સોસાયટી પીપળી રોડ મોરબી મુળ રહે-રાપર, પાવર હાઉસ વિસ્તાર અને આરોપી ભાવેશભાઇ ચંદુભાઇ સંઘાણી, રહે-હરીઓમ પાર્ક સોસાયટી ઘુંટુ રોડ તા.જી.મોરબી મુળ રહે-ખીરઇ તા.માળીયા (મિં) વાળાને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૯ કિંમત રૂપિયા ૩૨૯૧૫નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ ઇન્સેકટર એન.આર.મકવાણા, પીએસઆઇ બી.એમ.બગડા, એ.એસ.આઇ સબળસિંહ સોલંકી, પોલીસ હેડ કોન્સટેબલ મહાવીરસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, પોલીસ કોન્સટેબલ કેતનભાઇ અજાણા, રમેશભાઈ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, અર્જુનસિંહ પરમાર, દેવશીભાઇ મોરી, કુલદીપભાઇ કાનગડ, અરવિંદભાઇ મકવાણા, દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.