બજરંગ દળ દ્વારા યોજાયો ત્રિશુલ દીક્ષા સમારોહ : મુખ્ય બજારોમાં ભવ્ય શૌર્ય યાત્રા નીકળીહળવદ : હળવદમાં શિશુ મંદિરના સાંસ્કૃતિક ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દિક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના 1615 બજરંગી યુવાનોએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી.આ દરમ્યાન રાષ્ટ્ર રક્ષા , ગૌ રક્ષા , સ્ત્રી રક્ષા , ધર્મ રક્ષા, આત્મ રક્ષા સહિત લવ જેહાદ અને અન્ય જેહાદથી બચવા સતત કાર્યશીલ રહેવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયોજક બજરંગદળ નીરજ દોનેરિયા, દીપકદાસજી મહારાજ, પ્રભુચરણ મહારાજ, ગુજરાત ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર , સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા , ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક જ્વલિતભાઈ મહેતા, સુરેન્દ્રનગર વિભાગ અને જિલ્લાના વિવિધ પદાધિકારીઓ તેમજ હળવદના સામજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હળવદની મુખ્ય બજારમાં શૌર્ય યાત્રા નીકળી હતી. જેમાં 'વંદે માતરમ્ - જય શ્રી રામ ', જય કારા વીર બજરંગી - હર હર મહાદેવ ' અને 'ભારત માતા કી જય'ના નારાથી હળવદની શેરીઓ ગુંજી ઉઠી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ હળવદ પ્રખંડ ના સૌ કાર્યકર્તા મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી અને પોલીસ વિભાગ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા પણ ઉચિત સહયોગ પ્રાપ્ત થયો હતો.