મોરબી : મોરબીમાં નવલખી રોડ પર આવેલ શ્રદ્ધા પાર્ક પાસે રસ્તાઓ ખરાબ સ્થિતીમાં હોવાથી વિસ્તારની મહિલાઓ દ્વારા રોડ બંધ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન સરકારી અધિકારી ગાડી અહીંથી પસાર થઈ રહી હતી. તેમાં અધિકારી હાજર નોહતા પરંતુ ગાડીને રસ્તા પરથી પસાર થવા દેવામાં આવી ન્હોતી.આ વિરોધ પ્રદર્શન દરમ્યાન શ્રદ્ધા પાર્કની રહેવાસી મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી આ રસ્તા આ જ સ્થિતિમાં છે. અનેક વખત રજુઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી. આ રસ્તા પર રહેલા ખાડાને આસપાસની સોસાયટીમાં રહેતા લોકોને આવવા જવામાં તેમજ સ્કૂલ જતા બાળકો, એમ્બ્યુલન્સ, વાહન ચાલકો, વગેરેએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલીક વખત લોકો ખાડામાં પણ પડ્યા હોવાની પણ ઘટનાઓ સામે આવી છે તેમ છતાં આ રસ્તો બનાવવામાં આવતો નથી.રેહવાશીઓએ તેમની સોસાયટીના રસ્તા મરામત કરવામાં નહિ આવે તો નગરપાલિકા કચેરીએ ધરણા કરવાની ચીમકી આપી હતી.