મોરબી : મોરબીમાં ગત રાત્રીના રોજ ડી-માર્ટની બહાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કેટલાક યુવકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડી કેક કાપતા જોવા મળી રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ત્યારે આમ જાહેરમાં કેટલાક લોકો દ્વારા કાયદાનો કોઈ ભય ન હોય તેમ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હોવાનો વીડિયો સામે આવ્યો છે.