ખાખરેચી ગામે વરલી ભક્ત ઝડપાયોમોરબી : માળીયા મિયાણા તાલુકા પોલીસે ભાવપર ગામે જુગારના અલગ અલગ બે દરોડામાં છ જુગારીઓને પકડી પાડી ખાખરેચી ગામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા એકને ઝડપી લેતા જુગારી આલમમાં ફફડાટ મચી ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે ભાવપર ગામે જુગારના બે દરોડા પાડયા હતા જેમાં પ્રથમ દરોડામાં દશામાંના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) અરજણ કરશનભાઇ રીણીયા (૨) શૈલેષભાઇ મનહરભાઇ ફુલતરીયા અને(૩) ફીરોજભાઇ અસમાલભાઇ સુમરાને રોકડા રૂપિયા ૪૫૫૦ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે બીજા દરોડામાં ભાવપર ગામના સ્મશાન નજીકથી આરોપી (૧) અનિલભાઇ વેરશીભાઇ કારૂ (૨) જયદીપસિંહ ઉર્ફે ભુરો રણજીતસિંહ જાડેજા અને (૩) ખેંગારભાઇ મોહનભાઇ રીણીયાને પોલીસે રોકડા રૂપિયા ૪૭૩૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.જ્યારે ત્રીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસ ટીમે ખાખરેચી ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપી મનોજ પ્રભુભાઈ કૈલા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના જુગારના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૪૭૦ તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.