મોરબી : મોરબી ખાતે તારીખ 28 જુલાઈના રોજ મોરબી જિલ્લા રાજપૂત સમાજનો 52મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા સમાજના ધોરણ 5 થી લઈને કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.\દર વર્ષની જેમ જુલાઈ મહિનાના છેલ્લા રવિવારે યોજાતો આ 52મો સરસ્વતી સન્માન સમારોહ હતો. લીલાપર રોડ પર આવેલા કેશવ બેન્કવેટ હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા રાજપૂત સમાજના જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે સારા ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓને સન્માન કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ (સાંસદ રાજ્યસભા), કેસરિદેવસિંહ ઝાલા (સાંસદ રાજ્યસભા), ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા (પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય), વીરેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય રાપર– કચ્છ), પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય અબડાસા), રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય જામનગર પશ્ચિમ), અશોકસિંહ પરમાર (પૂર્વ નાયબ સચિવ ગાંધીનગર) જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આગામી કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા તેમજ સંપૂર્ણ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.