વૃદ્ધોને ભોજન અને બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરીમોરબી : મોરબીની OSEM CBSE સ્કૂલના કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમનીમાંથી વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન તેમજ અનાથાશ્રમની બાળાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી સેવા કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીઓમાં સેવા ભાવનાનો વિકાસ થાય તેમજ સમાજ ઉપયોગી કાર્યોમાં સહભાગી બની વિદ્યાર્થીઓનું આદર્શ નાગરિકો તરીકે ઘડતર થાય તે હેતુસર મોરબીની OSEM CBSE સ્કૂલ દ્વારા હરહંમેશ પ્રયત્નશીલ રહેવામાં આવે છે. ત્યારે ધો.11/12 કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમનીનો સદ્ઉપયોગ કરી મોરબીના શોભેશ્વર રોડ સ્થિત વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત મોરબી વિકાસ વિદ્યાલયની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં 100 જેટલી બાળાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી. વિદ્યાર્થીઓના આ ભગીરથ કાર્ય બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજભાઈ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહીતનાઓએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી તેમ સંસ્થાના નિર્મિતભાઈ કક્કડે જણાવ્યુ છે