માર્કેટિંગ યાર્ડ ખાતે બપોરે 1 વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ ચાલશેમોરબી : ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ એવા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ હોય ઠેર ઠેર મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીમાં પણ આજે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે.મોરબી તાલુકા સહકારી પરિવાર દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે આજે 29 જુલાઈએ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. તો સૌને રક્તદાન કરવા માટે પધારવા અપીલ કરવામાં આવી છે.