હળવદ : રોટરી કલબ ઓફ હળવદ દ્વારા પંચાસરી વાડી વિસ્તારની સ્કૂલમાં 47 વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. પંચાસર વાડી વિસ્તારની સ્કૂલમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ કે જેઓ વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતાં શ્રમિકોના બાળકો છે તેઓને સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. આ પ્રોજેકટ માટેનું ડોનેશન ગજેન્દ્રભાઈ મોરડીયા તરફથી આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડન્ટ રોહિતભાઈ તથા સેક્રેટરી મનીષ દેથરીયા તથા ઇનરવિલ ક્લબના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.