હળવદ : હળવદ તાલુકાના સરા રોડ ખેતરડી ગામ સમસ્ત ખાતે આવેલા ચરમાળિયાદાદાના મંદિરનો તારીખ 5-8-2024 ને સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે.આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 4-8-2024ના રોજ રાત્રે 8 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 5 ઓગસ્ટ ને સોમવારના રોજ સવારે 7 કલાકે યજ્ઞ મુર્હુત, સવારે 11 કલાકે મંદિરની ધ્વજા રોપણ અને ઈંડા મુર્હુત, ત્યારબાદ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બપોરના 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ મહોત્સવનો લાભ લેવા ખેતરડી ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.