મોરબી : મોરબીના સબજેલથી વજેપર જવાના રસ્તે અસહ્ય ગંદગીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીંયા છેલ્લા ઘણા સમયથી આ જગ્યાએ ગંદકીના ગંજ ખડકાયેલા છે. પાલિકામાં આ અંગે રજૂઆત કરીએ ત્યારે સફાઈ કરે છે. ત્યારબાદ કોઈ ધ્યાન દેતું નથી. અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં કોઈ સફાઈ કર્મચારી સફાઈ કરવા આવતા નથી. જેના કારણે ગટરનું પાણી, વરસાદી પાણી ભરાય રહે છે અને કચરાનું સામ્રાજ્ય જામતું જાય છે.ગંદકીના કારણે ત્યાંથી પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ રહીશોને ભય સતાવી રહ્યો છે. કેમ કે હાલ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળો વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે આ જગ્યાની નિયમિત સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.