મોરબી : ગત તારીખ 27 જુલાઈના રોજ ભારતીય મજદૂર સંઘના સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ થતાં હોય આ નિમિત્તે ચલો ગાંવ કી ઔર અંતર્ગત પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના નાની વાવડી, બગથળા, બિલિયા, મોડપર, વિરપરડા, સોનગઢ, મોટી બરાર, જસાપર, નાની બારાર, મોટા ભેલા, ભાવપર, નાનાભેલા, ચમનપર, વવાણીયા, મોટા દહિસરા, પીપળીયા ગ્રામપંચાયતના સરપંચ અને ગ્રામજનોની હાજરીમાં ભારતીય મજદૂર સંઘના રાજકોટ વિભાગનાં BMS ના પ્રમુખ ડી. એન. ઝાલા, ટી. આઈ. ડી. એન. મંથર ભારતીય મજદૂર સંધના અન્ય કાર્યકર્તા તથા અન્ય કામદારો હાજર રહ્યા હતા.