મોરબી : મોરબી તાલુકા સહકારી પરિવાર દ્વારા ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે તારીખ 29-7-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન મહા રકતદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પનો પ્રારંભ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મગનભાઈ વડાવીયા સહિતનાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ખેડુતો અને સહકારી અગ્રણીઓએ રક્તદાન કરી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી