મોરબી : અરવલ્લી જિલ્લા માહેશ્વરી યુવા સંગઠનના આતિથ્યમાં ગુજરાત પ્રદેશ માહેશ્વરી યુવા સંગઠનની કારોબારી બેઠક ગત 27-28 જુલાઈના પોલો ફોરેસ્ટ ઝોન ખાતે સુરતના રામપ્રકાશ ઝંવરની અધ્યક્ષતામાં યોજાઈ હતી.મીટીંગમાં ઓર્ગેનાઈઝેશન, સોશિયલ નેટવર્કીંગ, બિઝનેસમાં એકબીજાને કેવી રીતે મદદ કરવી તે અંગે અત્યાર સુધી કરવામાં આવેલ કામની ચર્ચા કરવામાં આવી હતી. નીખીલભાઇ અને મંત્રી મયંકભાઈ હસ્તે પ્રદેશના પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે પોડકાસ્ટ સેશન પણ લેવામાં આવ્યું હતું.આ સાથે ઇન્ડોર ગેમ્સ, ટ્રેકિંગ અને સ્વિમિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીથી ગુજરાતના ઉપાધ્યક્ષ આશુતોષભાઈ માહેશ્વરી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હિમાંશુભાઈ ચાંડક - નાગપુર, રાષ્ટ્રીય સંયુક્ત મંત્રી મનીષભાઈ ચાંડક, અમદાવાદથી રાજ્ય મંત્રી મયંકભાઈ બાગડી, સુરતથી ખજાનચી આશિષભાઈ તાપડિયા, રાજકોટથી રાષ્ટ્રીય કાર્યસમિતિ લવઋષિભાઈ ઝંવર અને સમગ્ર ગુજરાતમાંથી 100થી વધુ યુવાનોએ સભામાં ભાગ લીધો હતો. તેમ સંગઠન મંત્રીનું દાયિત્વ સંભાળતા મોરબીના નીખીલભાઈ કાબરાની યાદીમાં જણાવાયું છે.