કારખાનેદારોએ લોહચુંબક લગાવી વીજ ચોરી કરતા વિજલન્સની કાર્યવાહીવાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે વિજતંત્રના વીજલન્સ વિભાગે ચેકીંગ હાથ ધરતા ત્રણ કારખાનામાં મીટરમાં લોહ ચુંબક ચોંટાડી વીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવતા ત્રણેય કારખાનેદારોને રૂપિયા 3.15 કરોડથી વધુનો દંડ ફટકાર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ જીયુવીએનએલના એડિશનલ જીપી પાંડિયન તથા સુપ્રીમટેન્ડન્ટ એન્જિનીયર મોદીના માર્ગદર્શન હેઠળ વિજિલન્સ અધિકારીઓએ વાંકાનેર તાલુકાના રાજાવડલામાં આવેલા રાજા ઈન્ડસ્ટ્રીઝ, રાજા કેટલ ફીડ તથા તસ્કીને એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં વિજિલન્સ ટીમ ત્રાટકી હતી અને મીટરમાં હેવી મેગ્નેટ લગાવી થતી વીજ ચોરી રંગેહાથ ઝડપી લીધી હતી તેમજ આ ત્રણે કારખાનામાં મીટર તથા ટી.સી. ઉતારી લેવામાં આવ્યા હતા.વધુમાં વાંકાનેર તાલુકાના રાજાવડલા ખાતે આવેલ તસ્કિન એન્ટરપ્રાઈઝના માલિક કડીવાર મકબૂલ અલાવદીનને 93,85,251નો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ રાજા કેટલ ફીડ નામની કંપનીમાં ચેકીંગ દરમ્યાન ગેરરીતિ ઝડપાતાં તેના માલિક કડીવાર અલાવદી હસનને રૂ. 1,06,45308 તથા રાજા ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં પણ ચાલતી ગેરરીતિ સબબ તેના માલિક કડીવાર મકબૂલ અલાવદીને 1,15,44,400 નું બિલ ફટકારવામાં આવ્યું છે. જે રકમ કુલ મળીને 3,15,74,959 થવા જાય છે. જે વસુલવા તજવીજ શરૂ કરાઈ છે.ઉલ્લેખનીય છે કે, રાજાવડલાની તસ્કીન એન્ટરપ્રાઈઝ તથા રાજા કેટલ ફીડમાંથી ભૂતકાળમાં પણ વીજચોરી ઝડપાઈ હતી, જ્યારે રાજા ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં પ્રથમ વખત વીજચોરી ઝડપાઈ હોવાથી તેની પાસેથી 15.84 લાખનો કમ્પાઉન્ડિંગ ચાર્જ પણ વસૂલવામાં આવશે. આ બાબતે પીજીવીસીએલ કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણે કારખાનાના માલિક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.