મોરબી : મોરબીના ઉદ્યોગને કલેક્ટર ઓફ ઇલેક્ટ્રીક સીટી ડયુટી પાસેથી પાંચ વર્ષનું એકઝામીનેશન સર્ટિફીકેટ તથા પશ્ચિમ ગુજરાત વીજ કું. લી. રાજકોટને રૂા. ૨,૩૦,૬૭૫/- અને ૮૦૦૦/- ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે.કેસની વિગત પ્રમાણે લી.ઓ. ઓટો પેકના માલીક મયુરભાઈ સવસાણી તથા અન્ય ભાગીદારો માટે કલેકટર ઓફ ઇલેક્ટ્રીક સીટી ગાંધીનગર એ પાંચ વર્ષનું એકઝામીનેશન સર્ટીફીકટ ઇસ્યુ કરેલ નહીં. લી.ઓ. ઓટોપેકે તમામ કાગળો સમયસર રજુ કરેલ અને ઇડી એકઝામીનેશનની અરજી કરેલ હતી. પરંતુ ગાંધીનગર કલેકટર ઓફ ઈલેકટ્રીક સીટીએ એવું કારણ આપેલ કે આપનુ આ એકાઉન્ટ પ્રથમ ઉત્પાદીત એકમ ના હોય વિદ્યુત સુલ્ક અધિનિયમની જોગવાઈ મુજબ નવા ઔદ્યોગીક એકમોને માફી મળવાપાત્ર નથી. તેવું કારણ બતાવીને અરજી દફતરે ફાઇલ કરી નાખેલ હતી.બીજી તરફ પાર્ટીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને બીલ ભર્યું હતું. આમ લી.ઓ. ઓટોપેકના માલીકને અન્યાય થતાં મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરીયાદ દાખલ કરેલ હતી. અને અદાલતે કલેકટર ઓફ ઇલેકટ્રીક સીટી ડયુટી ગાંધીનગરને પાંચ વર્ષનું એકઝામીનેશન સર્ટી આપવા અને પશ્ચિમ વિજ ગુજરાત કંપનીને રાજકોટને રૂ।. ૨,૩૦,૬૭૫/- અને ૮૦૦૦/- મળી ૨,૩૮,૬૭૫/- તા.૧૯/૧૦/૨૦૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઈએ કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા-મો. : ૯૮૨૫૭ ૯૦૪૧૨, મંત્રી રામભાઈ મહેતા-મો. : ૯૯૦૪૭ ૯૮૦૪૮નો સંપર્ક કરવા જણાવાયુ છે.