મોરબી : મોરબી નગરપાલિકાની તિજોરી ઉપર બોજ વધતા તેમજ નગરપાલિકામાં ટેક્ષના પૈસાનો બેફામ ભ્રષ્ટાચાર રોકવા રાજકોટથી આવતા વકીલને છુટા કરી સ્થાનિક વકીલને રોકવા માટે મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યું છે.કોંગ્રેસના નેતાઓના જણાવ્યા પ્રમાણે, મોરબી નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકાના નિણર્ય વિરુદ્ધ પોતાના હક માટે કોર્ટમાં કેસ કર્યો છે. જે કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. જેમાં મોરબી નગરપાલિકા તરફથી ભાજપ પક્ષની વિચારધારાના રાજકોટના કોઈ વકીલને કેસમાં રોકવામાં આવ્યા છે જેની કેસ દીઠ કે મુદત દીઠ કોર્ટ ફી નગરપાલિકા આશરે 5,000 જેવી રકમ ચૂકવે છે. આ ચુકવણીના તમામ પૈસા મોરબી શહેરની પ્રજા દ્વારા મોરબી નગરપાલિકાને ટેક્સના રૂપમાં ભરવામાં આવેલ છે તે ટેક્ષની રકમમાંથી ચૂકવવામાં આવે છે. પરંતુ કોર્ટ કેસ કરનાર કર્મચારી અને યુનિયનના લીડર સાથે ચર્ચા કરતા તેઓએ એવું જણાવ્યુ કે, રાજકોટથી આવતા આ ભાજપની વિચારધારાના વકીલ કોર્ટમાં મુદત સમયે હાજર રહેતા નથી. જેના કારણે કોર્ટ દ્વારા નગરપાલિકાના રજૂઆતના હક બંધ કરવામાં આવે છે. એ વકીલને પણ જણાવવામાં આવે છે આમ હક બંધ થઈ જતા ફરી હક ચાલુ કરાવવા માટે જે તે લોકો એ કેસ કરેલ છે તેમને પૈસા ચૂકવવા પડે છે. જેના કારણે નગરપાલિકાને આર્થિક નુકસાન થાય છે અને કોર્ટ કેસની વકીલને ફી ઉપરાંત કામદારોને પણ પૈસા ચૂકવવા પડે છે તો આ વકીલ કોર્ટ કેસમાં શા માટે હાજર રહેતા નથી?હાજર નહીં રહેવાના કારણે કર્મચારીઓના કેસનો પણ નિરાકરણ આવતું નથી. અને મોરબી નગરપાલિકાને પણ આર્થિક નુકસાની થાય છે મોરબી નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે. તો વહીવટદાર આ બાબતે શું આ બાબત ની સમજ નહી ધરાવતા હોય? કે પ્રજાના ટેક્સના પૈસા ખોટી રીતે વેડફાય છે તો તે પૈસાની જવાબદારી કોની ? પ્રજા પોતે પોતાના પરસેવાના કમાણીના ટેક્સના પૈસા પાલિકામાં ભરે છે આ રકમ ભરીને પ્રજાને એમ લાગે છે કે આ ટેક્સના પૈસામાંથી શહેરને પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે. પરંતુ આ તો પ્રજાના ટેક્સના પૈસાનો ફાયદો તો વકીલના ફાયદા માટે ઉપયોગ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો આ વકીલ કામગીરી કરી શકતા ન હોય તો તેમને તાત્કાલિક છુટા કરી અન્ય મોરબી શહેરમાંથી અન્ય વકીલને રોકવા જોઈએ જેથી કોર્ટમાં ચાલતા કેસની મુદતમાં હાજર રહે અને નગરપાલિકાનો પક્ષ રજૂ કરી શકે. આ તો હાજર પણ રહેતા નથી જેના કારણે વકીલની ગેરહાજરીમાં કેસ ચાલતા નથી જેના કારણે નગરપાલિકાના હક બંધ થાય છે અને ફરી હક ચાલુ રાખવા માટે કર્મચારીને નક્કી કરેલ રકમ ચૂકવવી પડે છે. જે નગરપાલિકાની તિજોરી ઉપર બોજ બને છે તો આ બાબતે મોરબી નગરપાલિકાના વહીવટદારે તાત્કાલિક પૈસાના બચાવ માટે રાજકોટથી આવતા વકીલને છુટા કરી સ્થાનિક વકીલ ને રોકવા. જોય જેથી કોર્ટ માં કેસમાં હાજર રહી કેસ સારી રીતે ચલાવી શકે અને પ્રજાના કરવેરાના પૈસાનો ગેર ઉપયોગ પણ બંધ થાય તેમ કરવા મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ રજૂઆત કરી છે.