ટંકારા : તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. બાવરવા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ મેવાના માર્ગદર્શન હેઠળ નેકનામ કન્યા શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વક્તૃત્વ સ્પર્ધામાં 51 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બાળકો દ્વારા વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, આર્થિક અસરો વિશે જાણકારી આપવામાં આવી હતી.આ વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમને અંતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામના ડો. હર્ષાબા સરવૈયા, હેલ્થ સુપરવાઈઝર કે. કે. કલારિયા દ્વારા તમાકુના સેવનથી થતી નુકશાની વિશે વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને આ દુષણથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નેકનામ કન્યા શાળાના આચાર્ય સુષ્માબેન પડાયા, આયુષમાન આરોગ્ય મંદિર નેકનામના MPHW મોહીન કડીવાર, રાહુલ રાઠોડ અને શાળાના શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.