મોરબી : આમ આદમી પાર્ટીના મોરબી શહેર પ્રમુખ હિતેષ ભટ્ટને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટી વિશે અપશબ્દો બોલ્યા હોવાનું જણાવીને જિલ્લા પ્રમુખ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાહેર કરાયુ છે.આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયુ છે કે આ પાર્ટીના શીસ્ત અને નીયમને તમામ હોદ્દેદારો અનુસરે છે. આમ આદમી પાર્ટી મોરબીમા મજબુતાઈ વિરોધ પક્ષ તરીકે કામ કરે છે અને જનતાનો અવાજ બને છે. અમુક ષડયંત્રો વિશે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાને જાણ થતાં મોરબી જિલ્લાના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરીને મોરબી શહેર પ્રમુખ હિતેશ ભટ્ટને તત્કાલિક પાર્ટીના હોદ્દા પરથી બરતરફ કરાયા છે અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.