હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે હળવદ પોલીસે બાતમીને આધારે આરોપી રોહિત હરજીભાઈ સિણોજીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંકમાંથી ગ્રીન લેબલ વિદેશી દારૂના 180મીલીના 21 ચપલા કિંમત રૂપિયા 2100 તેમજ ગોડફાધર બ્રાન્ડ બિયરના 10 ડબલા કિંમત રૂપિયા 1000 મળી કુલ 3100નો મુદ્દામાલ મળી આવતા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.