વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં રેલવેના પાટા પાસે આવેલ આરોપી સહદેવસિંહ ઉર્ફે રાણો રહે.વઘાસિયા વાળાએ પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા વાડીમાંથી રૂપિયા 26,625ની કિંમતની મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 71 બોટલ મળી આવી હતી. જો કે, આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે વિદેશી દારૂની બોટલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.