સીટી બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડામાં જુગારીઓ ઉપર ધોસ બોલાવીમોરબી : શ્રાવણ મહિનાના કાઉન્ટ ડાઉન વચ્ચે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જુગારીઓ ઉપર ધોસ બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે ગઈકાલે પણ બે અલગ અલગ જુગાર દરોડામાં શક્તિનગર અને ત્રાજપર ગામેથી 7 જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જુગારના પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શક્તિનગર ગામે દરોડો પાડી આરોપી (૧) પરસોતમભાઇ હમીરભાઇ શેખા (૨) હાજીભાઇ ઉમરભાઇ જામ (૩) અકબરભાઇ દાઉદભાઇ ચનાણી અને (૪) જંયતીભાઇ દેવજીભાઇ શ્રીમાળીને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૨,૨૭૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં પોલીસે ત્રાજપર ગામના અવેળા નજીક જાહેરમાં જુગારની મહેફિલ જમાવી બેઠેલા આરોપી (૧) સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા (૨) ફિરોજભાઇ ઇસ્માઇલભાઇ બ્લોચ અને (૩) અશ્વીનભાઇ બાબુભાઇ રાઠોડને તીનપતીનો નશીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૬૧૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.