ત્રણ ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબીના વેપારીમોરબી : હાલના સમયમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધ્યો છે ત્યારે ભેજાબાજ ગઠિયાઓએ મોરબીના વેપારીને ટાટા પાવર કંપનીના ઈઝેડ ચાર્જ સર્વિસ સ્ટેશનની ડિલરશિપ આપવાના નામે રૂપિયા 24.67 લાખની છેતરપિંડી કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.\જરા હટકે એવી આ છેતરપિંડીની ઘટનાની વિગતો જોઈએ તો મોરબીના લાતીપ્લોટમા કે.કે.ઇલેક્ટ્રોનિકસ નામની પેઢી ધરાવતા ડાયરેકટર દર્શનભાઈ કિરીટભાઈ શાહ રહે.મોરબી વાળાએ ટાટા કંપનીમાં નોકરી કરતો હોવાની ઓળખ આપનાર આરોપી રવીકુમાર, મોબાઈલ નંબર 8653495255નો ધારણ કર્તા તેમજ ટોલ ફ્રી નંબર 18008332233ના ધારણ કર્તા અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.19 માર્ચના રોજ આરોપીઓએ ટાટા પાવર કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી ફરિયાદી દર્શનભાઈને ઈઝેડ ચાર્જ સર્વિસ સ્ટેશનની ડીલરશિપ આપવાના નામે જરૂરી ડોક્યુમેન્ટ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી દર્શનભાઈ સાથે રૂપિયા 24,67,000 મેળવી લઈ છેતરપિંડી કરી હતી. આ મામલે સીટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ હાલમાં ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.