માળીયા મિયાણા અને વવાણીયા ગામે બે વરલીભક્ત ઝડપાયા

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકા પોલીસે વરલી મટકાના જુગાર અંગે બે અલગ – અલગ દરોડા પાડી વવાણીયા ગામ અને માળીયા મિયાણામાંથી બે જુગારીઓને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે દરોડા પાડી વવાણીયા ગામના તળાવ પાસેથી બાબુભાઇ ડાયાભાઇ પરસોંડાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 550 સાથે તેમજ માળીયા મિયાણાના વાડા વિસ્તાર પાસેથી આરોપી દોસમામદ મહમદભાઈ કટિયાને રોકડા રૂપિયા 340 સાથે વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text