મોરબીની રાજપર ચોકડીએ ઓટોમેટિક પિસ્તોલ સાથે એક ઝડપાયો

- text


ક્રેટા કાર લઈને નીકળેલા શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે દબોચ્યો

મોરબી : મોરબીમા ગુન્હાખોરી વધી છે ત્યારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે શક્ત શનાળા નજીક રાજપર ચોકડી પાસેથી ક્રેટા કારમાં નીકળેલા એક શખ્સને ઓટોમેટિક પિસ્તોલ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શક્ત શનાળા નજીક રાજપર ચોકડી પાસેથી પસાર થતી ક્રેટા કાર અટકાવી તલાશી લેતા કારમાં બેઠેલા રમેશ ઉર્ફે માલદે બાબુભાઇ ચાવડા ઉ.35 રહે.ઉમિયા સર્કલ નજીક મોરબી વાળાના કબ્જામાંથી રૂપિયા 10 હજારની કિંમતની એક ઓટોમેટિક પિસ્તોલ મળી આવતા 5 લાખની ક્રેટા કાર સહિત કુલ 5,10,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text