ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

- text


મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 04 ઓગસ્ટ, 2024 થી ઓખા-ગાંધીગ્રામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન નં. 09436 ઓખા-ગાંધીગ્રામ સાપ્તાહિક સ્પેશિયલ 04.08.2024થી દર રવિવારે ઓખા સ્ટેશન થી રાત્રે 11: 05 કલાકને બદલે રાત્રે 7 : 05 કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે 04.18 કલાક ને બદલે 11:40 કલાકે પહોંચશે અને ગાંધીગ્રામ બીજા દિવસે 11.50 કલાક ને બદલે 07.40 પર પહોંચશે. આ ટ્રેન ના રૂટ પર ના અન્ય સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો, જેની વિગતવાર માહિતી મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પરથી મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

- text

- text