હળવદ માર્કેટિંગ યાર્ડમાં ટીબી, એચઆઈવી અને હિપેટાઈટિસ-બી રોગ અંગે કેમ્પ યોજાયો

- text


હળવદ : આજ રોજ 26 જુલાઈએ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ટીબી, એચઆઈવી અને હિપેટાઈટિસ-બી અંગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતાં મજૂરોને આ રોગ વિશેની માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં મજૂરોએ ભાગ લીધો હતો.

- text

જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચિંતન દોશી, SDH આનો અધીક્ષક ડો. અશ્વિન આદ્રોજા તેમજ ICTC જિલ્લા સુપરવાઈઝર રાજેશભાઈ જાદવ, MND રૂચાબેન પંડ્યા, ICTC કાઉન્સેલર સોનલબેન પરમાર, MPHW મહેશ વાણિયા, મેહુલ મકવાણાએ ભારે જહેમત ઉઠાવી હતી. માર્કેટિંગ યાર્ડ તરફથી સેક્રેટરી મહેશભાઈ પટેલ અને સ્ટાફનો પણ સાથ સહકાર મળ્યો હતો.

- text