મોરબીના ટીંબડી પાટિયા નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત, ડમ્પર પુલ નીચે ખાબકયુ

- text


મોડીરાત્રે સવા વાગ્યા આસપાસ બનેલી ઘટના 

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં માતેલા સાંઢની જેમ બેફામ દોડતા ડમ્પર વાહનો અન્ય વાહનો માટે જોખમી બન્યા છે ત્યારે ગત મોદી રાત્રીના સમયે ટીંબડી પાટિયા નજીક કાલીન્દ્રી નદીના પુલ ઉપર બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ડમ્પર પુલની દીવાલ તોડી નદીમાં ખાબકયું હતું અને ડમ્પર ચાલકોને નાની મોટી ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોડીરાત્રે મોરબીના ટીંબડી પાટિયા નજીક કાલીન્દ્રિ નદીના પુલ ઉપર બે ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ડમ્પર પુલની દીવાલ તોડી નીચે ખાબકયુ હતું અને આ અકસ્માતમાં ડમ્પર ચાલકોને નાની મોટી ઇજા પહોંચી હોવાનું બનાવને નજરે જોનારાઓ જણાવી રહ્યા છે.

- text

- text