હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે લોન મેળો યોજાયો

- text


હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડના મીટીંગ હોલ ખાતે આજે હળવદ પોલીસ સ્ટેશન દ્વારા સામાન્ય પ્રજાજનોને સસ્તા દરે લોન મળી રહે અને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મળે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોન મેળામાં હળવદની અલગ-અલગ 11 જેટલી બેંકનાં પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતાં. જુદી-જુદી બેંકો દ્વારા અગાઉ મંજૂર કરેલી લોનના 22,00,000 (બાવીસ લાખ) જેટલા રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતાં. અને તમામ લોકોને લોન બાબતે માહિતી આપવામાં આવી હતી અને આ લોન મેળામાં આશરે 250થી વધારે નગરજનોએ ભાગ લીધો હતો.

- text

- text