વાંકાનેરમા જુગારના બે દરોડામાં 9 જુગારી પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેડક સોસાયટીમાં નાગબાવા મંદિર પાસે તેમજ જિનપરા સાત નાલા નજીક જાહેરમાં જુગાર રમી રહેલા 9 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે પ્રથમ દરોડામાં પેડક સોસાયટી નજીક નાગાબાવા મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) દિપકભાઇ ચતુરભાઇ વિકાણી (૨) અજયભાઇ ચંદુભાઇ વિકાણી (૩) મનહરભાઇ ચંદુભાઇ વિકાણી (૪) જગદિશભાઇ નિતેશભાઇ વિકાણી (૫) મહેશભાઇ ચતુરભાઇ વિકાણી અને (૬) પંકજભાઇ ચંદુભાઇ વિકાણીને રોકડા રૂપિયા ૫૪૬૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં જિનપરા સાત નાલા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી (૧)સુનીલભાઈ રમેશભાઈ રાણેવાડીયા (૨) રમેશભાઈ રામજીભાઈ ડાભી અને (૩) તસ્લીમભાઈ અયુબભાઈ શેખને જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.૩૩૧૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text