મોરબીના રણછોડનગરમાં રહેણાંક મકાનમાથી 34 બોટલ દારૂ પકડાયો

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વિશિપરા વિસ્તારમાં આવેલ રણછોડનગરમા આરોપી રફીક હૈદરભાઈ મોવરના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રૂપિયા 10,200ની કિંમતની વિદેશી દારૂની 34 બોટલ મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે રફીકને ફરાર જાહેર કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text