મોરબીના બેલા નજીક કારમાં દારૂની હેરફેર કરતા બે ઝડપાયા

- text


તાલુકા પોલીસે ૬૦ બોટલ દારૂ સહિત ૩,૨૦,૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીકથી મોરબી તાલુકા પોલીસે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા બે શખ્સને ઝડપી લઈ ૬૦ બોટલ દારૂ સહિત ૩,૨૦,૪૦૦નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે પીપળી જેતપર હાઇવે રોડ ઉપર બેલા ગામ નજીક પંચશીલ કોમ્પલેક્ષની સામેથી આરોપી (૧) રાજેશભાઇ મમુભાઇ અખીયાણી,રહે.લાલપર, સીરામીક સીટી, અવધ સીટી ફ્લેટ નં-૨૦૧, મોરબી, મુળગામ-હમીરપર,તા-રાપર જિ-કચ્છ અને આરોપી (૨) રાજેશભાઇ દલસુખભાઇ અઘારા, રહે-ધર્મ મંગલ સોસયટી, ધર્મેન્દ્રભાઇ પટેલના મકાનમાં,સી.એન.જી.પંપની બાજુમાં, મહેન્દ્રનગર ગામ, મુળગામ-આંસલપુર, તા-વિછીંયા જિ-રાજકોટ વાળાને સ્વીફ્ટ કાર નંબર GJ-03-ME-3813 માં ગ્રીનલેબલ બ્રાન્ડ વિદેશી દારૂની ૬૦ બોટલ કિંમત રૂપિયા ૨૦,૪૦૦ સાથે ઝડપી લઈ રૂપિયા ત્રણ લાખની કિંમતની કાર કબ્જે કરી કુલ રૂપિયા ૩,૨૦,૪૦૦નો મુદામાલ ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text