મોરબી : મોરબી નગરપાલિકા કચેરી ખાતે મોરબી નગરપાલિકાને લગતી ફરિયાદો અને પ્રશ્નો માટે જાહેર સુખાકારીને હેતુથી અને પ્રશ્નોના નિકાલ કરવા માટે દર મંગળવારે સવારે 10:30 થી 12:30 કલાક દરમ્યાન ચીફ ઓફિસર તથા કલેક્ટર ઉપસ્થિત રહેશે. અને નગરપાલિકાને લગતી ફરિયાદો સાંભળી તેના ઉકેલ લાવવામાં આવશે.તેમજ બુધવારે વહીવટદારની સાથે રીજનલ કમિશ્નર પણ સવારે 10.30 થી 12.30 કલાક દરમ્યાન પાલિકાએ બેસી લોકોના પ્રશ્નો સાંભળશે. તથા શુક્રવારે બપોરે 4 થી 6 કલાક દરમ્યાન ચીફ ઓફિસર અને ધારાસભ્ય તેમજ દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે બાપોરે 4 થી 6 કલાક દરમ્યાન ચીફ ઓફિસર હજાર રહી નગરપાલિકાને લગતી સમસ્યાના પ્રશ્નો સાંભળશે.