હળવદના રણમલપુર નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝડપાઇ

- text


પોલીસે વિદેશી દારૂની નાની-મોટી બોટલો સહીત કુલ 59,900નો મુદામાલ કબ્જે કર્યો

હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે હળવદ તાલુકાના રણમલપુર અને કંકાવટી વચ્ચેની સીમમાંથી ત્રણ શખ્સોને વિદેશી દારૂની નાની મોટી બોટલો સહિતના કુલ રૂપિયા 59,900ના જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે હળવદ તાલુકાના રણમલપુર ગામથી કંકાવટી જવાના રસ્તે આવેલ સીમમાંથી આરોપી ગુગાભાઇ પ્રભુભાઈ ઉડેચા, કમલેશ છગનભાઇ રાઠોડ રહે.બન્ને રણમલપુર તા.હળવદ અને આરોપી નરેશ ઉર્ફે નરેન્દ્ર મુળજીભાઈ પરમાર રહે.કંકાવટી તા.ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાને વાઈટ લેસ વોડકાના 575 ચપલા કિંમત રૂપિયા 57,500 તેમજ 8 પીએમ વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 4200 સહિત 59,900ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text