મોરબીની પોલારિસ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાત ઉભી થઈ હોવાથી મોરબીની પોલારિસ સિરામિક એન્ડ ગ્લાસ ફેક્ટ ટ્રેડિંગ કંપનીમાં તાત્કાલિક બ્લડ ડોનેશન કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 15 જેટલી બોટલ રક્ત એકત્ર થયું હતું. જે મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરાવાયું હતું. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા મોરબી સિવિલ હોસ્પિટનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.

- text

- text