નેશનલ ટીવી શોમાં રાષ્ટ્રીય સ્તરે મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલના 35 બાળકો ચમક્યા

- text


ઈન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ સ્પર્ધામાં ભાગ લઈ મોરબીનું નામ કર્યું રોશન

મોરબી : રાજસ્થાનના જયપુરમાં 21 જુલાઈ 2024ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા ઈન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ” (IGT)માં મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના 35 વિદ્યાર્થીઓએ ભાગ લઈ મોરબીનું નામ રોશન કર્યું છે.

આ સ્પર્ધામાં લગભગ 1500થી વધુ સ્પર્ધકો, ખૂબ જ પ્રખ્યાત સેલિબ્રિટી જજની સમક્ષ ન્યુએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની અસાધારણ પ્રતિભાનુ પ્રદર્શન કરીને જજ અને પ્રેક્ષકોને મંત્રમુક્ત કરી દીધા હતા. ન્યુએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ અન્ય તમામ અન્ય સ્પર્ધકોને પાછળ રાખીને ત્રણ રાષ્ટ્રીય કક્ષાના ફર્સ્ટ પ્રાઇઝ (ડ્યુઅટ ડાન્સ , કલચરલ ડાન્સ અને ગૃપ મ્યુઝિક બેન્ડમાં પ્રથમ સ્થાન) અને એક રાષ્ટ્રીય કક્ષાનું સેકન્ડ પ્રાઇઝ ( ગૃપ ડાન્સમાં) હાંસલ કર્યું હતું.

- text

ન્યુએરા ગ્લોબલ સ્કૂલના ડાન્સ અને મ્યુઝિક શિક્ષકો વિદ્યાર્થીઓ અને માતા-પિતાની અથાગ મહેનત, લગન અને પ્રતિબદ્ધતા તથા ગ્લોબલ સ્કૂલ મેનેજમેન્ટના ભવિષ્યવાણી વિદ્યાર્થીલક્ષી દ્રષ્ટિ અને માર્ગદર્શનના કારણે આ બાળકોએ પોતાનું જ નહીં પોતાના પરિવારનું શાળા પરિવારનું અને સમગ્ર મોરબીનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે.

આ બદલ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના તમામ વિજયી વિદ્યાર્થીઓને મ્યૂઝિક ટીચર ઈકબાલ વાલેરા બાલકિશન મહેરાએ આ અદ્ભુત સિદ્ધિ માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધાની ટેલિકાસ્ટ રાષ્ટ્રીય ટીવી ચેનલ SONY, 9XM, B4U અને MTV પરથી જોઈ શકાશે.

- text