મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં 25 જુલાઈએ વીજ કાપ રહેશે

- text


મોરબી : આવતી કાલ તારીખ 25-7-2024 ને ગુરુવારનાં રોજ PGVCLના મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી વાવડી રોડ ફીડર સવારે 7:30 થી બપોરના 2:30 વાગ્યા સુધી નવી લાઈન કામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે વીજપુરવઠો બંધ રહેશે.

- text

જેમાં ક્રિષ્ના પાર્ક 1/2, રાધા પાર્ક, સોમૈયા સોસાયટી, કારીયા સોસાયટી, નંદનવન સોસાયટી, માધાપર, ગાયત્રી નગર, કુબેર નગર, અશોક પાર્ક, રોયલ પાર્ક વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પાવર બંધ રહેશે. કામગીરી પૂર્ણ થતા જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text