મોરબીની જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થિનીની ચેસ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

- text


મોરબી : મોરબીની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પ્રસન્ન ધ્રુવગીરી ગોસ્વામીએ J.N.V. સ્કૂલ ગેમ અંતર્ગત U-17 ચેસ સ્પર્ધામાં J.N.V. અમદાવાદ ખાતે ક્લસ્ટર લેવલે સ્પર્ધામાં પ્રથમ અને નવોદય વિદ્યાલય પુણે સંભાગ લેવલે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. અને હવે તે રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે.

- text

પ્રસન્ન ધ્રુવગીરી ગોસ્વામીએ આ સિદ્ધિ મેળવીને જવાહર નવોદય વિદ્યાલય પુણે સંભાગ, J.N.V. અમદાવાદ ક્લસ્ટર અને જવાહર નવોદય વિદ્યાલય મોરબી અને શિક્ષકોનું નામ રોશન કર્યું છે. તેઓ નેશનલ લેવલની સ્પર્ધા માટે જનાર હોય તો તેમને આગામી સ્પર્ધા માટે હૃદય પૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

- text