દોડવું હોય ત્યાં દોડી લેજો ! શિવધારા સોસાયટીમાં બિલ્ડરોએ જાહેર રસ્તો બંધ કર્યો

- text


મોરબીમાં બિલ્ડરોએ રસ્તો બંધ કરી દેતા રહેવાસીઓ કલેકટર પાસે દોડયા : બી ડિવિઝન પોલીસમાં અરજી

મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવપાર્ક સોસાયટીને અડોઅડ આવેલી શિવધારા પાર્ક સોસાયટીના બિલ્ડરોએ બે સોસાયટી વચ્ચે આવેલ કાયદેસરનો જાહેર માર્ગ દાદાગીરીથી બંધ કરી દેતા સ્થાનિક રહેવાસીઓ કલેકટર પાસે દોડયા ગયા હતા સાથે જ માથાભારે બિલ્ડર અને દીવાલ ચણનાર કડિયાઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસમાં અરજી કરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે આવેલ શિવપાર્ક સોસાયટીને અડોઅડ શિવધારા પાર્ક સોસાયટી આવેલી છે. જયારે આ જમીનની બિનખેતી કરવામાં આવી ત્યારે બન્ને સોસાયટીઓને એપ્રોચ રોડ આપવામાં આવ્યા છે પરંતુ બિલ્ડરોએ બે સોસાયટી વચ્ચે આવેલ કાયદેસરનો જાહેર માર્ગ દાદાગીરીથી બંધ કરી દેતા સ્થાનિક રહેવાસીઓ આજે કલેકટર પાસે દોડયા ગયા હતા સાથે જ માથાભારે બિલ્ડર અને દીવાલ ચણનાર કડિયાઓ વિરુદ્ધ પગલાં ભરવા સીટી બી ડિવિઝન પોલીસમાં અરજી પણ કરી છે.

- text