મોરબી અને માળીયા મિયાણામાંથી બે બાઈક ચોરાયા

- text


મોરબી : મોરબી અને માળીયા મિયાણા પંથકમાંથી બે અલગ અલગ કિસ્સામા બાઈકની ચોરી થતા પોલીસ મથકમાં બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ વાહનચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વાહન ચોરીના પ્રથમ કિસ્સામાં મોરબી – રાજકોટ હાઇવે ઉપર આવેલ ઇક્વિટી શો-રૂમના પાર્કિંગમાંથી કાનજીભાઇ વાલજીભાઇ ડાભી, રહે. હાલ ગોકુળનગર શેરી નં.૨૨ શનાળા બાયપાસ મોરબી મુળ રહે. વસાઇ ભરવાડ ફળિયુ તા.જી.જામનગર વાળનું રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતનું બાઈક ચોરી થઇ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

જ્યારે વાહન ચોરીના બીજા કિસ્સામાં માળીયા મિયાણા તાલુકાના ચચાવદરડા ગામે રહેતા ઘનશ્યામભાઇ મહાદેવભાઇ આદ્રોજાના ખેતરના શેઢેથી રૂપિયા ૨૫,૦૦૦ની કિંમતના બાઈકની ચોરી થઇ જતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

 

- text