26 જુલાઈ હળવદ પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન

- text


હળવદ : સામાન્ય પ્રજાજનોને વાજબી દરે લોન/ધિરાણ મળી શકે તે અંગે હળવદ પોલીસ દ્વારા આગામી તારીખ 26 જુલાઈના રોજ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

હળવદ તાલુકા પોલીસ દ્વારા 26 જુલાઈના રોજ સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા ખેડૂત મીટીંગ હોલ ખાતે લોન મેળો યોજાશે. જેમાં જરૂરિયાતમંદ નાગરિકોને વાજબી દરે લોન/ધિરાણ સરળતાથી મળી શકે તે માટે રાષ્ટ્રીયકૃત બેંકો તથા સહકારી બેંકોના પ્રતિનિધિઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી તથા તાલુકામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેશે. તો જરૂરિયાતમંદ લોકોને આ લોન મેળામાં હાજર રહેવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text