મોરબીમાં પરિણીતાને મેસેજ કરવા મામલે મારામારી

- text


પરિણીતાના પિતાએ યુવકના માતા-પિતાને માર માર્યો

મોરબી : મોરબીના નજરબાગ વિસ્તારમાં પાડોશમાં રહેતી યુવતીના લગ્ન થઇ જવા છતાં પ્રેમસંબંધને કારણે યુવાન પરિણીતાને ફોન-મેસેજ કરતો હોય પરિણીતાના પિતાએ આ બાબતે યુવકના પિતા સાથે ઝઘડો કરી માર માર્યા બાદ ઘેર આવી ધોકા વડે યુવાનના માતાને પણ માર મારતા બનાવ અંગે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નજરબાગ નજીક આવેલ જીવરાજપાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ ઉભડીયાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી એવા પાડોશી (૧) અરવીદભાઈ ઉકાભાઈ ચૌહાણ (૨) જેશીગભાઈ ચૌહાણ અને (૩) અશ્ર્વીનભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, આરોપી અરવિંદભાઈની પુત્રી સાથે તેમના પુત્ર દિવ્યેશને અગાઉ પ્રેમસંબંધ હતો જે બાદ યુવતીના અન્યત્ર લગ્ન થઈ ગયા હતા. જો કે, યુવતીના લગ્ન થઇ જવા છતાં પણ દિવ્યેશ ફોન અને મેસેજ કરતો હોય અરવિંદભાઈએ ફરિયાદી દેવજીભાઈને તેના પુત્રને સમજાવી દેવા જણાવી ફોન કે મેસેજ ન કરવા કહ્યું હતું. આમ છતાં દિવ્યેશ ફોન -મેસેજ કરતો હોય તા.22ના રોજ અરવિંદભાઈ સહિતના ત્રણ આરોપીઓએ જીવરાજભાઈને રસ્તામાં રોકી માર માર્યા બાદ ઘેર આવી હુમલો કરતા વચ્ચે પડેલા દેવજીભાઈના પત્ની હીરાબેનને પેટમાં ધોકો મારી લેતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

- text