મોરબી : મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાં આવેલ મિનરલ વર્લ્ડ કારખાનામાં ટ્રક સાફ કરતી વેળાએ ભયલુભાઇ સામતભાઇ સોમાણી ઉ.18 નામના યુવાનને ઇલેક્ટ્રિક મોટરમાંથી વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.