મોરબીમાં વહેલી સવારથી મેઘ પધરામણી, 24 કલાકમા એક ઇંચ

- text


ટંકારામા દોઢ ઈંચ અને માળિયા તેમજ વાંકાનેરમાં અડધો ઈંચ

મોરબી : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબીમાં ગઈકાલે સાંજથી વરસાદ વરસી રહ્યો છે અને આજે વહેલી સવારે પણ મેઘ પધરામણી થતા છેલ્લા 24 કલાકમાં 1 ઇચ વરસાદ વરસી ગયો છે, જ્યારે ટંકારામા દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

મોરબી ફ્લડ કન્ટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ મંગળવારે સવારના 6 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં માળીયા મિયાણામાં 15 મીમી, મોરબીમાં 19 મીમી, ટંકારામાં 36મીમી, વાંકાનેરમાં 9 મીમી અને હળવદમા 0 મીમી વરસાદ વરસ્યો હતો. જે બાદ બુધવારે સવારથી મેઘરાજાએ ફરી ધીમી ધારે વરસાદ વરસાવતા બે કલાકમાં મોરબીમાં વધુ 6 મીમી અને વાંકાનેરમા 1 મીમી વરસાદ વરસતા મોરબીમાં કુલ એક ઇંચ વરસાદ પડી ગયો છે. જો કે સવારના સમયે માળીયા મિયાણા, ટંકારા અને હળવદમા વરસાદ નોંધાયો નથી.

- text

- text